દ્વારકાનું સલાયા 'ગેટ વે ઓફ ડ્રગ્સ':ડ્રગ્સના કારણે ચર્ચામાં આવ્યું સલાયા બંદર, ત્રણ દાયકા પહેલા પણ સોના અને વિદેશી ઘડિયાળોની દાણચોરીના કારણે હતું કુખ્યાત

જામનગર3 વર્ષ પેહલા
  • કૉપી લિંક
ATSની ટીમે મધરાત્રે દરોડો  પાડી કરોડોના ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા. - Divya Bhaskar
ATSની ટીમે મધરાત્રે દરોડો પાડી કરોડોના ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા.
  • ઇન્ડો-પાક ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડરીલાઇન પર ભારતીય મળતિયાઓ સુધી પહોંચાડાય છે
  • ભારતીય મળતિયાઓ હેરોઇનને કિનારે લાવવાનું કામ કરે છે અને નક્કી કરેલા સ્થાન પર લઈ જાય છે

ત્રણેક મહિનાથી ગુજરાત ડ્રગ્સની હેરાફેરીને કારણે ચર્ચામાં આવ્યું છે. કચ્છમાં 3 હજાર કિલો ડ્રગ્સનું કન્ટેનર પકડાયા બાદ સલાયામાંથી રૂ. 315 કરોડ અને ગત રાત્રે મોરબીના ઝીંઝુડામાંથી રૂ. 600 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. છેલ્લા ચાર દિવસમાં રૂ. 900 કરોડથી

.
સલાયા બંદરની તસવીર
સલાયા બંદરની તસવીર

હથિયારો, ઘડિયાળ અને સોનાની દાણચોરી માટે કુખ્યાત હતું
જામ સલાયા હાલ ડ્રગ્સના કારણે ચર્ચામાં છે. પણ 1980થી 2000 સુધીના બે દાયકા દરમિયાન પણ સલાયા દાણચોરી માટે કુખ્યાત રહ્યું હતું. જે સમયના પોલીસ અધિકારીઓએ સલાયા અને ખંભાળિયામાં સોના અને વિદેશી ઘડિયાળનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ખંભાળિયામાંથી મોટી માત્રામાં હથિયારનો જથ્થો પણ ઝડપાયો હતો. જે તે સમયે સલાયા અને ખંભાળિયામાં દાણચોરીનો પર્દાફાશ કરવામા તત્કાલીન એસપી પ્રમોદ કુમાર ઝા, પીએસઆઈ જે.કે.ઝાલા, સરદારસિંહ ઝાલા અને સુખદેવસિંહ ઝાલા જેવા અધિકારીઓનો મહત્વનો રોલ રહ્યો હતો.

વર્ષ 1992માં કસ્ટમ સિપાઈ ડબલ મર્ડર કેસ થયેલો
વર્ષ 1992માં સલાયા-ખંભાળીયામાં દાણચોરી પ્રવૃતિ કરતા શખ્સોની કસ્ટમ દ્વારા ધરપકડ કરાય હતી.જ્યારે દાણચોરી કરતા શખ્સોને ધરપકડ કરીને લઇ જવામાં આવી રહ્યા હતાં ત્યારે જામનગર રોડ પર નામચીન શખ્સોએ બે ટ્રક દ્વારા કસ્ટમની ગાડી પર હુમલો કરી અને ફાયરિંગ કરી બે કસ્ટમ સિપાઇના મોત નિપજાવ્યા હતા.

સલાયા બંદરની ફાઈલ તસવીર
સલાયા બંદરની ફાઈલ તસવીર

સલાયામાં આઝાદી પૂર્વેથી ચાલે છે આંતરરાષ્ટ્રીય વહાણવટાનો ધંધો
એક સમયે જામનગર જિલ્લામાં આવતું જામ સલાયા બંદર હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવે છે. અહીંના મોટાભાગના લોકો વહાણવટા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. સલાયાના વહાણ દુબઈ મારફત સોમાલિયા, પાકિસ્તાન, આફ્રિકા અને ઈરાન સાથે દરિયાઈ માર્ગે કાર્ગોનું વહન કરે છે. સલાયાના વહાણમાં મોટાભાગે બકરાની નિકાસ કરવામા આવે છે જ્યારે ખજૂરની આયાત કરવામા આવે છે. હાલ પણ સલાયા ખાતે 250 જેટલા વહાણ કાર્યરત છે.

સલાયા નગરપાલિકાની અંદાજે 33000ની વસતી
જામ સલાયા નગરપાલિકા છે. અહીં અંદાજે 35000ની વસતી છે. 90 ટકા લોકો મુસ્લિમ સમુદાયના વસવાટ કરે છે. સલાયામાં વસવાટ કરતા મોટાભાગના લોકો પણ વહાણવટા સાથે જ જોડાયેલા છે. વર્ષમાં મોટાભાગનો સમય તે વહાણમાં જ વિતાવતા હોય છે. આ ઉપરાંત સલાયામાં મેન્યુઅલી વહાણ બનાવવાનો ઉદ્યોગ પણ કાર્યરત છે.

ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતના દરિયાનો ઉપયોગ
આજે એટીએસ દ્વારા પ્રેસ-કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનનાં હેરોઇન કાર્ટેલ્સ(સંગઠનો) ગુજરાતના દરિયાકાંઠેથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસો કરી રહ્યાં છે. ગુજરાતનો દરિયાકાંઠો પાકિસ્તાનથી નજીક હોવાથી લેન્ડિંગ પોઇન્ટ તરીકે એનો ઉપયોગ કરાઈ રહ્યો છે. પાકિસ્તાની અને ઇરાની હેરોઇનને ઇન્ડો-પાક ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડરીલાઈન પર ભારતીય મળતિયાઓ સુધી પહોંચાડવામાં આવે છે, જેઓ હેરોઇનને કિનારે લાવવાનું કામ કરે છે અને નક્કી કરેલા સ્થાન પર લઇ જાય છે.

ઝીંઝુડામાં નવનિર્માણ પામતા ઘરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો.
ઝીંઝુડામાં નવનિર્માણ પામતા ઘરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો.

600 કરોડનું ડ્રગ્સ સગેવગે થાય એ પહેલાં જ પકડી પાડ્યું
જામનગર અને ખંભાળિયાના જબ્બાર જોડિયા અને ગુલામ ભગાડ પાકિસ્તાન દરિયાઇ માર્ગે ડ્રગ્સનો જથ્થો લાવીને મોરબીના ઝીંઝુડા ગામે કોઠાવાળા પીરની દરગાહ પાસે રહેતા સમસુદ્દીન હુસૈનમિયાં સૈયદ ઉર્ફે પીરજાદા બાપુના નવા બની રહેલા મકાનમાં સંતાડ્યો હતો. આ જથ્થાને 14 નવેમ્બરની રાતે સગેવગે કરવાના હતા, પરંતુ એ પહેલાં પોલીસે 120 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની અંદાજીત કિંમત રૂ. 600 કરોડ છે. એટીએસે જામનગરના જોડિયાના રહેવાસી મુખ્તાર હુસૈન, મોરબીના ઝીંઝુડાના સમસુદ્દીન હુસૈનમિયાં અને સલાયાના ગુલામ હુસૈન ઉમર ભગાડની ધરપકડ કરી છે.

આરોપીઓનાં ઘરેથી વધુ 46 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું.
આરોપીઓનાં ઘરેથી વધુ 46 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું.

ઝીંઝુડાથી પકડાયેલા ડ્રગ્સનું સલાયા કનેક્શન
મોરબીથી ઝડપાયેલા ત્રણ આરોપીમાંથી એક આરોપી ગુલામ હુસૈન ભગાડ, જે સલાયાનો હોવાનું અને થોડા દિવસો અગાઉ ઝડપાયેલા 63 કિલો ડ્રગ્સના આરોપીઓ સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે. ગત રાત્રે એટીએસ અને મોરબી પોલીસે ઝીંઝુડા ગામમાં દરોડો પાડીને ત્રણ શખસને રૂપિયા રૂ. 600 કરોડના 120 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લીધા છે. મોરબીમાં ઝડપાયેલા આરોપીઓનું કનેક્શન સલાયામાં ઝડપાયેલા આરોપી સાથે હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે બની શકે કે પાકિસ્તાનથી આ રૂ. 900 કરોડનો ડ્રગ્સનો જથ્થો સલાયા બંદરે ઊતર્યો હતો, જેમાંથી રૂ. 315 કરોડનું ડ્રગ્સ સલાયા અને રૂ. 600 કરોડનું ડ્રગ્સ મોરબી પહોંચાડવામાં આવ્યું હોઇ શકે છે. જોકે સાચી હકીકત એટીએસ દ્વારા આરોપીઓની પૂછપરછ બાદ જ જાણવા મળી શકશે.

મુંબઈનો સજ્જાદ પકડાતાં આખું ડ્રગ્સ ડિલિવરીનું રેકેટ ખૂલ્યું
પાંચ દિવસ પહેલાં સલાયામાંથી રૂ. 315 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું, જેથી માની શકાય કે પાકિસ્તાનથી 900 કરોડના ડ્રગ્સનો જથ્થો દ્વારકાના સલાયા ખાતે ઊતર્યો હતો, જેમાંથી રૂ. 315 કરોડનો 63 કિલો ડ્રગ્સનો જથ્થો સલાયા રાખવામાં આવ્યો હતો. ખંભાળિયા તાલુકાના સલાયામાં એક શંકાસ્પદ ઈસમ ફરી રહ્યો હોવાની દેવભૂમિ દ્વારકા બાતમી મળતાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે ખંભાળિયા-જામનગર હાઈવે પર આવેલા આરાધના ધામ પાસેથી સજ્જાદ નામના મુંબઈના એક શખસને ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી 10 નવેમ્બરે 17 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો અને તેણે વધુ 46 કિલો ડ્રગ્સ અંગે વાત કરી હતી.

સલાયા ડ્રગ્સકાંડમાં ઝડપાયેલા આરોપીઓ.
સલાયા ડ્રગ્સકાંડમાં ઝડપાયેલા આરોપીઓ.

સજ્જાદને ડ્રગ્સના જથ્થા સાથે પકડ્યા બાદ વધુ ડ્રગ્સનો થયો ઘટસ્ફોટ
મુંબઇના શાકભાજીના વેપારી સજ્જાદને પકડ્યા બાદ પોલીસે આકરી પૂછપરછ કરતાં તેણે આ કન્સાઈન્મેન્ટ સલાયાના સલીમ કારા અને અલી કારા નામના ભાઈઓ પાસેથી મેળવ્યા હોવાની કબૂલાત આપી હતી. પોલીસે બંને ભાઈઓનાં ઘર પર દરોડો પાડ્યો હતો અને તેમના ઘરેથી વધુ 46 કિલો ડ્રગ્સ મળ્યું હોવાનું 11 નવેમ્બરે જણાવ્યું હતું. આમ, પોલીસે સલાયામાંથી રૂ. 315 કરોડ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી
મુન્દ્રા બંદર પછી હવે દ્વારકામાંથી કરોડો રૂપિયાનો નશીલો પદાર્થ ઝડપાતાં ગુજરાતમાં કાયદો અને સુરક્ષાની સ્થિતિ સામે અનેક સવાલ ઊઠી રહ્યા છે. ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે, એની સાથે નશાના કારોબાર અને નશીલા પદાર્થોની હેરાફેરી પણ વધી છે. ગઈકાલે દ્વારકામાં ડ્રગ્સ મળી આવવા મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ અલી અને સલીમ કારાનાં ઘરે સર્ચ કરવામાં આવ્યું. સલીમ અને અલી કારાનાં ઘરેથી 46 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે, ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જેમાં પોલીસને અત્યારસુધી 63 કિલો ડ્રગ્સનો જથ્થો હાથ લાગ્યો છે.

10 નવેમ્બરે સલાયામાંથી ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો.
10 નવેમ્બરે સલાયામાંથી ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો.

સજજાદ-સલીમ જેલમાં મળ્યા’ તા ડ્રગ્સ સાથે સૌપ્રથમ પકડાયેલો આરોપી સજ્જાદ તથા સલાયાનો સલીમ કારા અગાઉ મુંબઇ જેલમાં સાથે રહ્યા હતા. એ બાદ બંને વચ્ચે આગળનો વ્યવહાર શરૂ થયાનું સૂત્રોએ જણાવ્યું હતું. સજ્જાદ અગાઉ હત્યા કેસમાં પણ સંડોવાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

ગુજરાતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત્
થોડા સમય પહેલાં એક ફિલ્મ આવી હતી- 'ઉડતા પંજાબ', જેમાં નશાના કાળો કારોબાર દર્શાવવામાં આવ્યો હતો. એમાં પંજાબમાં કેવી રીતે ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે એવી સ્થિતિ હાલ ગુજરાતની જોવા મળી રહી છે. ઉડતા પંજાબની જેમ હવે ઉડતા ગુજરાત પણ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે, કેમ કે મુંદ્રામાં હજારો કરોડોના ડ્રગ્સનો પર્દાફાશ થયા બાદ પણ ગુજરાતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે.

મુન્દ્રાથી ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાની ફાઈલ તસવીર.
મુન્દ્રાથી ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાની ફાઈલ તસવીર.

અગાઉ કચ્છના મુંદ્રા બંદરથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો
મુન્દ્રા બંદરે થોડા દિવસો પહેલાં અંદાજિત રૂપિયા 21 હજાર કરોડથી વધુની કિંમતના ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો હતો. ટેલકમ પાઉડરની આડમાં આ જથ્થો છુપાવાયો હોવાનું સામે આવ્યું હતું. મુન્દ્રા પોર્ટ પર ડાયરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 2 કન્ટેનરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ અંગે NIA તપાસ કરી રહી છે.


LockIcon
Content blocker

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરોDownload android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો

લોકસભા ચૂંટણી 2024

Today Weather Update

Our Group Site Links